આજ રોજ તારીખ 30.12.2022ના રોજ અનુસ્નાતક સંસ્કૃત ભવન ,સૌરાષ્ટ્ યુનિવર્સિટીમાં ભારતમાતા પૂજનનો કાર્યક્રમ સંપન્ન થયો.
વર્ષ 1943માં સુભાષચંદ્ર બોઝ દ્વારા આંદામાન અને નિકોબાર ટાપુ પર ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો અને અખંડ ભારતના નેતા તરીકે પ્રસિદ્ધ થયા. આ દિવસને ભારતીય શિક્ષણ મંડળ સુભાષન્દ્રબોઝને અખંડ ભારતના નેતાજી તરીકે યાદ કરી આજના દિવસે 'ભારતમાતા પૂજન' કરવામાં આવે છે. શાળા, મહાશાળા અને યુનિવર્સિટીઓમાં અધ્યાપકો અને છાત્રો ભારતમાતાનું પૂજન કરે છે.
સંસ્કૃત ભવનમાં આયોજિત આ પૂજન ઉત્સવમાં ભવનના અધ્યક્ષ પ્રો.એમ.કે. મોલિયા, ડૉ. નવનીત જોશી, ડૉ. ટી.એલ. શ્રીમાળી, ડૉ. શારદા રાઠોડ,હિરલબહેન ડોબરીયા, જાગૃતિબહેન મોરબીયા તથા ભવનના Ph.D ,અને M.Aના છાત્રોએ પૂજન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ભારતીય શિક્ષણ મંડળના કાર્યકર્તા શીતલબહેન ભગરિયાએ કાર્યક્રમની ભૂમિકા પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો.રાજા કાથડ દ્વારા કરવામાં આવ્યું હતું..